Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અજાણી કારે બાઈકને ટક્કર મારતાં ટેમ્પોમાં ઘૂસી બાઈક, દાદાનું મોત; 9 વર્ષની પૌત્રી ગંભીર : ભરૂચના માંચ પાટિયા નજીક અકસ્માત સર્જી કારચાલક ફરાર, પૌત્રીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ, નબીપુર પોલીસે ગુનો નોંધ્યો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ નેશનલ હાઈવે પર માંચ પાટિયા નજીક અકસ્માતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા કારચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક આગળ જઈ આઈસર ટેમ્પોની પાછળની બોડીમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર દાદાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે બાઈક પર સવાર 9 વર્ષની પૌત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ભરૂચ તાલુકાના બંબુસર ગામના પીપળી ફળિયામાં રહેતા ગુલામ અલી મુસા પટેલ પોતાની પૌત્રી સફા એઝાઝ પટેલ (ઉં.વ.9) સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાલેજથી નબીપુર તરફ જતા માર્ગ પર માંચ પાટિયા નજીક અજાણી કારે તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક બેકાબૂ બની આગળ જઈ આઈસર ટેમ્પોની પાછળની બોડી સાથે અથડાઈ હતી.

અકસ્મામાં દાદા-પૌત્રી બંને રસ્તા પર પટકાતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ગુલામ અલી પટેલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત પૌત્રીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અકસ્મત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઈ જતાં નબીપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

વાંકલમાં વિદ્યાર્થીઓએ ભજવ્યું ભવ્ય ‘રામાયણ’, નાટ્યાત્મક પ્રસ્તુતિએ સૌના મન મોહી લીધા  :  દક્ષિણ ગુજરાતમાં શાળા કક્ષાએ સૌપ્રથમવાર વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના તમામ વિભાગો દ્વારા અનોખું આયોજન; વિદ્યાર્થીઓની અભિનય પ્રતિભાને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી

ProudOfGujarat

સુરતના વરાછા વિસ્તારમાં ૧૬ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલકની વરાછા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

એપીએમસી કોસંબા દ્વારા કેન્દ્રીય કૃષિલક્ષી બજેટની માહિતીલક્ષી ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!