Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

જળ બચાવવાના સંકલ્પ સાથે રાજપીપળામાં રેલી કાઢી ભાજપે 39મો સ્થાપના દિવસ ઉજવ્યો.

Share

ભાજપના 39માં સ્થાપના દિવસે કાર્યકરોએ ઘરે ઘરે જઈ પાણીનું ટીપે ટીપું બચાવવા જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો.વિશાલ મિસ્ત્રી રાજપીપળા:મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે આ વર્ષે નર્મદા ડેમને મળવા પાત્ર પાણી કરતા ઓછું પાણી મળ્યું છે.તેથી આ વર્ષે નર્મદા ડેમ સિંચાઇ આધારિત ખેડુતોને ઉનાળુ પાક ન લેવા સરકારે સૂચન પણ કર્યું છે.દરેક વ્યક્તિ જો જરૂરિયાત મુજબ જ પાણી વાપરે તો બચેલું પાણી ખેડૂતોને જ કામ આવે અને જળસંકટથી ગુજરાતને બચાવી શકાય.તેથી રાજપીપળામાં 5મી એપ્રિલે ભાજપ દ્વારા પોતાના પક્ષના 39માં સ્થાપના દિવસે જળ બચાવવાના સંકલ્પ સાથેના સુત્રોચ્ચા સાથે રાજમાર્ગો પર રેલી કાઢી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.આ રેલીમાં ભાજપ આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.દર્શના દેશમુખ,શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,મહિલા મોરચાના મહામંત્રી મનીષા ગાંધી,અલ્પના ભાટિયા,યુવા મોરચાના અજિત પરીખ,કુલદીપસિંહ ગોહિલ,પાલિકા સભ્ય કિંજલ તડવી,ભારતી તડવી,દક્ષા પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.આજના દિવસે આ તમામ કાર્યકરોએ ઘરે ઘરે જઈ પાણીનું ટીપે ટીપું બચાવવા જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ લીધો હતો.

Advertisement

Share

Related posts

ગાંધીનગરનાં સેક્ટરોમાંથી 28 સાયકલ ચોરી જનારા બે ઈસમ પકડાયા

ProudOfGujarat

ભરૂચમાં ગણેશ વિસર્જન : ૨૫૦૦થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક નિકાલ, નગરપાલિકા દ્વારા ભક્તોને માટીની મૂર્તિ સ્થાપવા અપીલ

ProudOfGujarat

દિલ્હીમાં 66 મી નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સનો ડંકો, ટીમ ઇવેન્ટમાં 2 ગોલ્ડ અને 3 સિલ્વર જીત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!