Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર ઉધ્યોગમંડળનાં પ્રમુખ તરીકે મહેશ પટેલ જ રહેશે !!!

Share

સહયોગ પેનલનાં કન્વીનર રમેશ ગાબાણી એ કર્યું સમર્થન…

સૌરાષ્ટ્ર મોટા ભાઈની ભૂમિકા ભજવી બેય પોસ્ટ મહેસાણાને આપશે…

Advertisement

અંક્લેશ્વર ઉધ્યોગમંડળનાં પ્રમુખ તરીકે પુન: એકવાર વર્તમાન પ્રમુખ મહેશ પટેલ જ બિરાજસે એવી જાહેરાત સહયોગ પેનલનાં કન્વીનર દ્વારા કરાઈ છે.

સહયોગ પેનલનાં કન્વીનર રમેશ ગાબાણી એ “ સંદેશ “ સાથે કેરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે અંક્લેશ્વર ઉધ્યોગમંડળનાં પ્રમુખની વરણી પ્રક્રીયામાં સૌરાસ્ટ્ર મોટા ભાઈની ભૂમિકા ભજવશે અને બંને પોસ્ટ મેહસાણાને આપશે. રમેશ ગાબાણીએ વધુમાં જણાવ્યું હતુ કે ૧૯ મી એ સાંજે આ વરણી થઈ જશે જેને તા. ૨૦ મી નાં રોજ મળનારી એન્યુઅલ જનરલ મિટીંગમાં સત્તાવાર રીતે જાહેર કરાશે. રમેશ ગાબાણીની આ વાતથી મહેશ પટેલ ફરી પ્રમુખ પદે બિરાજશે એ નિશ્ચિત થઈ ગયું છે.

નોંધનીય છે કે અંક્લેશ્વર ઉધ્યોગમંડળનાં પ્રમુખ તરીકે મેહેશ પટેલ અને નોટિફાઈડ એરિયા ચેરમેન તરીકે મનોજ પટેલ એમ બંને મૂળ મેહસાણાનાં ઉધ્યોગપતિઓ છે. અને પ્રદુષળને નાથવા માટે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યાં છે ત્યારે પ્રમુખ બદલાતાં બીજી કોઇ ટેકનિકલ મુશ્કેલી કે સરકાર સાથે અને GPCB સાથેનું લાયઝનિંગ ન ખોરવાય એ હેતુથી મહેશ પટેલને જ પ્રમુખ બનાવવાનાં નિર્ણયને ઉધોગ જગતમાંથી આવકાર સાંપડ્યો છે.


Share

Related posts

અમરેલીમાં SOG ની ટીમે બે કિલો ગાંજા સાથે એક મહિલાને ઝડપી

ProudOfGujarat

નડીયાદ : ઠાસરા પાસે જમીનમાં ખાડો ખોદી મોટી માત્રામાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ : વાગરામાં ખોજબલ ગામના કબ્રસ્તાન પાસે જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!