Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે જ્ન્મદિવસની ઉજવણી મોકુફ રખાવી.

Share

પ્રશંસકો, સમર્થકો અને કાર્યકરોને પણ ઉજવણી ન કરવા અપીલ કરી.

પુર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપાઈ અને માજી ધારાસભ્ય શ્રી મોહંમદભાઈ ફાંસીવાલા ના નિધનથી ઉજવણીથી દુર રહસે.

Advertisement

રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલ તા.૨૧-૮ ના રોજ આવતી પોતાના જન્મદિવસની ઉજવણી પુર્વ વડાપ્રધાન શ્રી વાજપાઈ અને માજી ધારાસભ્ય શ્રી મોહંમદભાઈ પટેલના નિધનથી મોકુફ રાખી છે.

આગામી તા.૨૧-૮ ના રોજ રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલનો જન્મદિવસ છે જો કે અહમદભાઈ પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો,સમર્થકો, અને પ્રશંસકોને પોતાના જન્મદિવસની ઉજવણી મોકુફ રાખવા જણાવ્યું છે. દેશના પુર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપાઈ અને માજી ધારાસભ્ય શ્રી મોહંમદભાઈ પટેલ તેઓના નિધનથી અત્યંત દુ:ખ થયું છે ત્યારે આ દુ:ખ પ્રસંગે મારા જ્ન્મદિવસની ઉજવણી અયોગ્ય છે. જેથી હું જિલ્લા કોંગ્રેસ સમિતિને, આગેવાનોને,તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને, કાર્યકરોને,પ્રશંસકોને અને સમર્થકોને અપીલ કરુ છું કે ઉજવણી થી દુર રહે.

નોંધનીય છે કે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલના જ્ન્મદિવસની ઉજવણી જિલ્લા કોંગ્રેસ સમિતિ પર વિવિધ કાર્યક્રમો કરી, તાલુકા મથકો પર,તેમના વતન પીરામણ ખુબ જ ધામધુમથી કાર્યકરો અને સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ તેમણે ઉજવણથી દુર રહેવાની અપીલ કરી તેમના સૌજન્ય નો ઉદાહરણીય દાખલો આપ્યો છે.


Share

Related posts

વાગરા વિધાનસભા મત વિસ્તારમાં અરુણસિંહ રણાને વેઠવો પડી રહ્યો છે પ્રજાનો આક્રોશ..? શું કરવી પડી રહી છે પેઇડ પોલિટિક્સ..?

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી 100 મીટર લંબાઈની LED લાઇટની ચોરી : સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

નડિયાદ : ત્રણ વર્ષ પહેલા થયેલા હત્યાના કેસમાં સાત ઈસમોને આજીવન કેદની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!