Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

Share

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ મનીષનંદ સોસાયટીમાં એક મહિલાના ગળામાંથી અછોડો ખેંચી અસામાજિક તત્વો ફરાર થઇ ગયા હતા. મહિલાના જણાવ્યાં અનુસાર અજાણ્યા બે ઇસમો મોટરસાયકલ પર આવ્યા હતા અને અછોડો તોડી ફરાર થઈ ગયા હતા. આ અંગેની વિગતો જોતા ભરૂચ નગરના મનીષનંદ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો જેમાં તારીખ 18-2-2019ના રોજ સવારે 11:30ના અરસામાં નીરુબહેન મગનભાઈ પરમાર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક મોટરસાઇકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા તેમણે નીરુબહેનના ગળામાંથી 25 ગ્રામ વજનનો સોનાનો અછોડો આંચકી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું

ProudOfGujarat

સુરતની યુવતીનું કાલુપુર રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં દાગીના રોકડ ભરેલું પર્સ ચોરાયું

ProudOfGujarat

ભરૂચ ખાતે સ્વરોજગારલક્ષી જન શિક્ષણ દ્વારા તાલીમ વર્ગની શરૂઆત કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!