Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા નદીમાં મગરનું જોખમ વધશે.ગરમીમાં નદીમાં ન્હાતા પહેલા વિચારજો…

Share

ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો અને ખાસ કરીને બાળકો નદીમાં ન્હાવા જતા હોય છે પરંતુ હવે નદીમાં નહાવું જોખમકારક સાબિત થઇ શકે તેમ છે નર્મદા નદીમાં મગરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.શુકલતીર્થ,કડોદ,તવરા અને નર્મદા નદીના અન્ય કિનારાના વિસ્તારો પાસેથી વહેતી નર્મદા નદીમાં રહેલા મગરોએ માનવીઓ પર હુમલા કર્યા હોય તેમજ માનવીઓને પાણીમાં ખેંચી ગયા હોવાના બનાવો પણ વધ્યા છે.એક બાજુ નદીમાં પાણી ઘટી ગયું છે તેથી મગરોનો ભય વધી ગયો છે.નર્મદા નદીમાં ૨૦૦ કરતા વધુ મગરો હોય તેવી શક્યતા છે.હવે મગરોનો પ્રજનન સમય શરૂ થયો છે ત્યારે મગરોની સંખ્યા વધી શકે છે તેથી નદીમાં સ્નાન કરવું વધુ જોખમી બની રહ્યું છે જે બાબતે તંત્રે પણ ધ્યાન રાખવું જોઈએ.

Advertisement

Share

Related posts

લીંબડીના એ.ડી.જાની રોડ પરની હૉસ્પિટલો કે અન્ય કોઈ દ્વારા રસ્તા ઉપર જ મેડિકલ વેસ્ટ નાખી દેતા સ્થાનિક રહીશોમાં રોષ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા એપાર્ટમેન્ટમાં આગ લાગતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી રીક્ષા માંથી વિદેશીદારૂ ના જથ્થા સાથે રીક્ષા ચાલક ની અટકાયત કરી કુલ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!