Proud of Gujarat
EducationFeaturedGujarat

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા જોગ.

Share

દિનેશભાઇ અડવાણી

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસક્રમોમાં ભરૂચ કેન્દ્ર-૧૧૦૧ ખાતે પ્રવેશ પામેલ અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ,સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે પછાત તેમજ લઘુમતી પછાત વર્ગના વિદ્યાર્થીઓના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ના ફ્રેશ તેમજ રીન્યુઅલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની અને સબમિટ કરવાની છેલ્લી તારીખ ૩૧-૫-૨૦૧૯ તથા પ્રિન્ટ આઉટ તેના બીડાણ પત્રોની નકલ સાથે કેન્દ્રમાં જમા કરાવવાની છેલ્લી તારીખ ૫-૬-૨૦૧૯ રાખવામાં આવી છે.તો સંબંધિત પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓએ ઉપરોક્ત સમય મર્યાદામાં ફોર્મ ભરીને રજુ કરવા જણાવવામાં આવે છે.અધુરી વિગતો કે જરૂરી આધાર પુરાવાના પત્ર રજૂ નહીં કરનારના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.તેમજ સમય મર્યાદામાં ફોર્મ સબમિટ નહિ કરનારના કોઈપણ સંજોગોમાં શિષ્યવૃત્તિ આવેદનપત્રો સ્વીકારવામાં આવશે નહીં જેની વિદ્યાર્થી ભાઈ-બહેનોએ અચૂક નોંધ લેવી.વધુ વિગત માટે આ અભ્યાસ કેન્દ્રના અધિકૃત અધિકારીઓના કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન રૂબરૂ સંપર્ક કરી શકાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરાયુ

ProudOfGujarat

દહેજના ઝૂપડાની આડમાં વિદેશીદારૂ વેચતાં બે ઝડપાયાં : 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ઝઘડિયા : ગેરેજમાંથી લોખંડ, એલ્યુમિનિયમના જુના સ્પેરપાર્ટની ચોરી થતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!