Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યા ને ભોજન સેન્ટર ખાતે જરૂરિયાતમંદો માટે નેકીની દીવાલ ઉભી કરવામાં આવી.

Share

વિનોદભાઈ પટેલ

અંકલેશ્વર શહેરમાં રહેતા જુનેદ પાંચભાયા અને ઇસ્તેખાર સિદ્દીકી દ્વારા અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યા ને ભોજન સેન્ટર ખાતે જરૂરિયાતમંદો માટે નેકીની દીવાલ ઉભી કરવામાં આવી છે. જ્યાં વિવિધ કપડા મુકવામાં આવ્યા છે. આ સ્થળેથી જરૂરિયાતમંદ લોકો કપડા મેળવી રહ્યા છે. સમાજ સેવા કરી રહેલા ભૂખ્યા ને ભોજન સેન્ટરના સંચાલકો દ્વારા મુકવામાં આવેલ દાન પેટીમાં રાહદારીઓ અને વાહન ચાલકો દાન કરી રહ્યા છે. જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહેલા આ સેન્ટર ખાતે વધુમાં વધુ લોકો મદદરૂપ થાય તેવી અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે જુનેદ પાંચભાયા અને ઇસ્તેખાર સિદ્દીકી,રજનીસિંગ અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

મક્તમપુરની Little Stars High Schoolમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરામાં એસ.એસ.જી રોડ પર જોખમકારક ટ્રાફિક સિગ્નલનો થાંભલો : અકસ્માત સર્જાવાની ભીતિ.

ProudOfGujarat

કુળદેવીની આરાધના : રાજપીપળામાં અનોખી તલવાર આરતી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!