Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર : સંજાલી ગામે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ તથા મારામારી,રોષે ભરાયેલા ટોળાએ પોલીસનો કર્યો વિરોધ…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે કેટલાક અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી કેટલાક વાહનોને નુકસાન પોહંચાડી ૪ જેટલા લોકોને ઇજા પોહચાડી હતી.પાનોલી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર નજીક આવેલ સંજાલી ગામ ખાતે કેટલાક માથા ભારે લોકો ગેરકાયદેસર રીતે મદિરાનું સેવન કરતાં હતા તેમની સાથે નજીવી બાબતે સ્થાનિક લોકોની બોલાચાલી થતાં કેટલાક અજાણ્યા લોકોએ અચાનક આવી પોહચી તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું.આ તબક્કે સ્થાનિક રહીશોએ તેમને ટોકતા તેઓએ તેમને પણ માર માર્યો હતો. સમગ્ર બનાવમાં ૪ જેટલા લોકોને ઇજા પોહચી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લખનીય છે કે બનાવને લઈ રોષે ભરાયેલા લોકોએ ઘટના સ્થળે પોહચેલી પોલીસની ગાડીને પણ રોકી વિરોધ દર્શાવ્યો હતો. તેમના મતે પોલીસે ફક્ત આવી ટોળું જોઈ જગ્યા છોડી દીધી હતી.આ બનાવમાં સંજાલીના કેટલાક સમાજ સેવકોના વાહનોને પણ નુકસાન પોહ્ચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement


Share

Related posts

માંગરોળ : કારેલી ગામના ઇન્ચાર્જ તલાટીને ફરજ મોકૂફ કરવાના વિરોધમાં તલાટીઓની હડતાળ.

ProudOfGujarat

પાવીજેતપુરના ડેરિયા પાસે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

ProudOfGujarat

રાજપીપળા કરજણ નદી મા ડેમ માથી ભારે પાણી છોડાતાં નદી કિનારે ના તડકેશ્રર મંદિર નો માર્ગ ધોવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!