Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્લોટ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવ યોજાયો.

Share

દિનેશભાઇ અડવાણી

રાજ્યના ખેડૂતોને ખરીફ સીઝનમાં પાકો વિશે આધુનિક ટેક્નોલોજી અંગે માર્ગદર્શન મળી રહે સાથે-સાથે સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં એક દિવસીય કૃષિ મહોત્સવ-૨૦૧૯નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્લોટ ખાતે એક દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહોમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કૃષિ મહોત્સવમાં ખરીફ સીઝનમાં પાકો વિશે આધુનિક ટેક્નોલોજી અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા અને અધિકારી તેમજ તાલુકા પંચાયતના સભ્યો તેમજ કર્મચારી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

જેતપુરમાં ખેડુત સમાજ દ્વારા દેશ વ્યાપી ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડ રોડ પર શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો હતો……

ProudOfGujarat

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામે જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!