Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઝાડેશ્વરના ચામુંડામાતાના મંદિર સામે આવેલ શ્રી નિકેતન હાઈકલ કોલોનીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અઢી લાખના મુદ્દામાલ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા.

Share

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ ચામુંડામાતાના મંદિર સામે આવેલ શ્રી નિકેતન હાઈકલ કોલોનીમાં રહેતા પ્રકાશચંદ્ર કાંતિલાલ પટેલના બંધ મકાનને તસ્કરોએ તા.25-11-2019 ના રોજ નિશાન બનાવી બંધ મકાનના દરવાજાને મારેલ લોક તોડી નાંખીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં મૂકેલી તિજોરીના તાળાં તોડી નાંખીને તેમાં મૂકેલા સોનાના દાગીના 66 ગ્રામ કિમત રૂ.1,98,000 ચાંદીના સિક્કા, સાંકળા 340 ગ્રામ કિંમત રૂપિયા 16000 તેમજ રોકડ રૂપિયા મળીને 2,13,500 ની ચોરી કરીને બાજુમાં રહેતાં પ્રિન્સ નિરંજન શર્માના મકાનમાં પણ ધૂસી જઈને સોના-ચાંદીના દાગીના રોકડા રૂપિયા કુલ રૂ.2,51,500 ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જયારે આ ધટના અંગે સી-ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ ધટના સ્થળે પહોંચીને તપાસ કરી ચોરી અંગે ગુનો દાખલ કરી ચોરોનું પગેરું શોધી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા સેવા રૂરલ દ્વારા વધતા કોરોના સંક્રમણનાં કારણે ઓપીડી સમયમાં ફેરફાર કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક એસ.ટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા એક યુવક ગંભીર.

ProudOfGujarat

ભરુચ જીલ્લાના ઝધડીયામાં આવેલ જી.આઇ.ડી.સી. માં આવેલ કંપનીઓમાંથી ચોરી થયેલા વાલ્વ સાથે દીવાગામેથી ચોરને પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!