Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં અયોધ્યા નગરનાં સંતોષી માતાનાં મંદિરની દાન પેટી તસ્કરો ઉઠાવી ગયા હોવાની ધટનાથી ભકતોમાં રોષ જોવા મળ્યો હતો.

Share

શિયાળાની ઠંડીમાં તસ્કરો ઘરોમાં ચોરી કરતાં હોવાની ફરિયાદ સામાન્ય હોય શકે પરંતુ તસ્કરો હવે ભગવાનનાં મંદિરોમાં પણ દાનપેટીઓની ચોરી કરતાં થયા છે. થોડા દિવસ અગાઉ જયોતિ નગર નજીકનાં મંદિરમાં ચોરી કરવા ધુસેલા ચોરને લોકોએ ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો અને હવે તસ્કરોએ શક્તિનાથ અયોધ્યા નગરમાં આવેલ સંતોષી માતાનાં મંદિરમાં ચોરી કરી છે. મંદિરનાં પાછળનાં ભાગે આવેલ ગ્રીલનુ તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી તસ્કરોએ દાનપેટીને ઉઠાવી લઈ ગયા હતા.

જોકે આ મામલે મંદિરનાં કામ અર્થે 10 દિવસ પહેલા જ મંદિરની પેટી ખાલી કરી હતી. જોકે સંચાલકોનું માનવું છે કે દાનપેટીમાં 10 થી 15 હજાર રાખ્યા હશે તેની ચોરી થઈ હોવાની શંકા સાથે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

Advertisement

Share

Related posts

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા.

ProudOfGujarat

વિરમગામ શહેર સહિત પંથકમાં પવન ના વઘતા-ઘટતા જોર થી ઉતરાયણ પર્વ ની ઉત્સાહ ભેર ઉજવણી.

ProudOfGujarat

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલમાં ” ગિજુભાઈ બધેકા ” બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!