Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પાછળથી ટ્રક ચાલકે વેગેનાર કારને ટકકર મારી બે વાહનોને અડફેટે લઈ લેવાની ધટના ધટી છે.

Share

અંકલેશ્વર ઝધડીયા વચ્ચેનો રસ્તો હંમેશા વાહન ચાલકોથી ભરેલો રહે છે ત્યારે નાના મોટા અકસ્માતો થાય છે. ગઇકાલે રાત્રીનાં હાઈવા ચાલકે આશાસ્પદ યુવકને અડફેટે લઈને મોતને ધાટ ઉતારવાની ધટના બાદ આજે વહેલી સવારે ફરી હાઈવા ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા છે. સવારે રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પૂર ઝડપે જતાં હાઇવા ચાલકે મારૂતિ વેગેનાર સહિત અન્ય વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ ત્રણ વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ત્યારે હવે આ રાજપીપળા-અંકલેશ્વર રોડ ઉપર વાહન ચાલકોની ગતિ મર્યાદાને ધીમી કરવાનાં બોર્ડ મારવાની જરૂરત ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લા એસ.ઓ.જી.પોલીસની સફળ કામગીરી.

ProudOfGujarat

જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની મેજડાયરી/કેલેન્ડર પ્રકાશિત કરાશે

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે વતન જવા માંગતા શ્રમિકોની ટીકીટ દરનાં નાણાં લેવા લાઈન લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!