Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ અલંકાર જવેલર્સમાં થયેલ અંદાજીત 17 તોલા સોનાની ચોરીના મામલામાં પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી એક આરોપીની અટકાયત કરી છે.

Share

મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત કબીર મંદિર સામે રહેતા સફીરૂલ નુરઉલહોદા શેખની ગોયા બજારમાં અલંકાર જવેલર્સ ચલાવે છે ગત તા.19-12-2019 ના રોજ તેઓની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળી કારીગરો નીલકંઠ રાહુલ ખેત્રોપાલ,અજય મોહન ખેત્રોપાલ અને ચંદી જીવનકિશન હાજરા દુકાનમાં રહેલ સોનાની વિવિધ વસ્તુઓ મળી અંદાજીત 17 તોલા સોનુ મળી કુલ 5.10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તે દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસે ચોરીમાં સંડોવાયેલ ચંદી જીવનકિશન હાજરાને ઝડપી પાડયો હતો.

જેની વધુ પૂછપરછ કરતાં તેણે અંકલેશ્વરની અલંકાર જ્વેલર્સમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેની પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરન્ટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વિરમગામનાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રીની આરોગ્ય કેન્દ્રમાં ફાળવણી કરાઇ.

ProudOfGujarat

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફિટકાર..? કોઈ રાહત નહીં…!!

ProudOfGujarat

ભરૂચ માં હેઝાડ કેમિકલની હેરફેર કરતા બે શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલસીબી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!