Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ખડસદ ગામે કેનાલની પાઈપ સાફ કરવા ગયેલા આધેડનું ફસાઇ જતાં મોત થયું.

Share

સુરત ખડસદ ગામે કેનાલની પાઈપમાં ફસાયેલા આધેડને બહાર કાઢવા ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું. જોકે, આધેડને બહાર કાઢે તે અગાઉ જ મોતને ભેટતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પાઈપ સાફ કરવા ઉતર્યા બાદ મોતને ભેટ્યાં હોય તેમ માનવામાં આવે છે.

હાલ સમગ્ર મુદ્દે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખડસદ ગામેથી પસાર થતી કેનાલના પાઈપમાં 50 વર્ષીય મનહરભાઈ ઉકરભાઈ રાઠોડ(રહે.ખડસદ)ના કેનાલમાં પાણી છોડ્યું હોવાથી સાળા અને અન્ય શ્રમિકો સાથે સફાઈ માટે ઉતર્યાં હતાં. આ દરમિયાન મનહરભાઈ પાઈપમાં અંદર જતાં રહ્યાં હતાં. જેથી મનહરભાઈના સાળા અને અન્ય લોકોએ તેને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યાં હતાં. પરંતુ તેમાં સફળતા ન મળતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના ઓફિસર વિનોદભાઈએ જણાવ્યું હતું કે, કોલ મળતાં જ તેઓ તાત્કાલિક ધટનાસ્થળએ પહોંચી ગયાં હતાં. પાઈપની અંદર આધેડ હોવાનું જાણ થતાં કેનાલનું પાણી બંધ કરાવવામાં આવ્યું હતું. બાદમાં પાઈપમાં પાણી હોવાથી ફાયરબ્રિગેડના જવાનો ઓક્સિજન બોટલ સાથે રાખી પાઈપમાં જઈ શકે તેમ ન હોવાથી ટ્રોલીબીએ સેટનો ઉપયોગ કર્યો હતો. ઓક્સિજન પાઈપ છેક સુધી લંબાઈને આધેડને બહાર કઢાયા હતાં. જોકે, આધેડનું મોત થઈ ચુક્યું હતું. ખડસદ ગામમાં રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતાં મનહરભાઈ ઉકરભાઈ રાઠોડના મોતને પગલે ત્રણ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાની ફરજ પડી હતી. મનહરભાઈના મોતથી તેમની પત્ની અને દીકરીઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

Advertisement

Share

Related posts

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે તા. 24 થી 31 ઓક્ટોબર સુધી ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્ક શોપ આયોજન.

ProudOfGujarat

અમદાવાદ :સ્માર્ટ સીટી અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરાનો પોલ ધરણીધર ચાર રસ્તા પાસે થયો ધરાશાયી…

ProudOfGujarat

ભરૂચના કોલેજ રોડ પર બની રહેલા નવા બ્રિજ ને આગળ સુધી લંબાવવા તેમજ શ્રવણ ચોકડી ઉપર નવા બ્રિજ ની માંગણી સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસ યોજાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!