Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વેડરોડ ખાતે સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો આવીને સૂર્યા મરાઠીને ચપ્પુના ધા ઝીકી હત્યા કરવામાં આવી.

Share

સુરત વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો ઘૂસી આવ્યા હતા. તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યા મરાઠીનું ઢીમ ઢાળી દીધું હતું. એક સમયના સૂર્યા મરાઠીના સાગરિત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામ સામેના હુમલામાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા અને હાર્દિક બંનેના મોત નીપજ્યાં હતાં. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠી વચ્ચે કંઈક બાબતે ઝઘડો સર્જાયો હોય શકે અને બાદમાં સામ સામે હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘા થી એકબીજાના મોત નીપજ્યાં હતાં. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ આદરી છે. આ હુમલામાં અન્ય લોકો પણ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એક સમયના બંને મિત્રો સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ બાબતે વાત વણસી હતી અને તેમાં બંનેએ સામ સામે હુમલો કર્યો હતો. બંનેના સારવાર દરમિયાન મોત થયાં હતાં. હાલ બનાવના સ્થળે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ કોઈ ગેંગવોર નહી પરંતુ બે લોકો વચ્ચેનો ઝઘડો હતો. હાલ પરિસ્થિતી કાબૂમાં છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વેડરોડ ખાતે આવેલી માથાભારે સુર્યા મરાઠીની ઓફિસમાં આજે સાત જેટલા અજાણ્યા ઈસમો ઘૂસી આવ્યા હતા. સુર્યા મરાઠી સહિત તેના એક સમયના સાગરીત હાર્દિકનું તલવાર અને ચપ્પુના ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાની જાણ થતા કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. સૂર્યા મરાઠી પર હુમલાની આશંકા જેના પર સેવાઈ રહી છે તે હાર્દિક પટેલનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. માથાભારે સૂર્યા મરાઠીનો હાર્દિક એક વખતે જમણો હાથ ગણાતો હતો. પરંતુ બાદમાં બંને વચ્ચે અણબનાવને લઈને બંને જુદા થઈ ગયા હતાં. ત્યારે આજે સૂર્યા અને હાર્દિક બંને વચ્ચે ઝઘડો થયા બાદ એકબીજાને માર્યા અથવા તો અન્ય કોઈ શખ્સો આવીને બંનેનું ઢીમ ઢાળીને જતાં રહ્યાં તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.તા. 17 મી એપ્રિલ, 2017ના રોજ કતારગામ ખાતે મનુ ડાહ્યા જ્યારે દાઢી કરાવવા ગયા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી. નોંધાયેલી ફરિયાદમાં સૂર્યા મરાઠી સહિતના સાત આરોપીઓના નામ હતા. સૂર્યા મરાઠી, પરેશ લીંબાચિયા, જયેશ પોલ, વિકાસ મગારે, જયેશ સોસા, અક્ષય દેવરે અને અમોલ ઝીનેની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ 5 ફેબ્રુઆરી 2020ના રોજ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો હતો. જેથી ત્રણ દિવસ પહેલાં જ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. હુમલાખોરો સૂર્યા મરાઠીની ઓફિસમાં ગયા ચપ્પુ અને તલવાર જેવા તિક્ષ્ણ હથિયારો સાથે પ્રવેશ્યા તે સમગ્ર સીસીટીવી સામે આવ્યાં છે. સાતેક હુમલાખોરો ઓફિસમાં આવ્યા ત્યારે સૂર્યાના માણસો ખુરશીમાં આરામ ફરમાવતાં હોય તે રીતે બેસી રહ્યાં હોવાનું સીસીટીવીમાં સામે આવી રહ્યું છે. સુત્રોના મતે આ હુમલો પૂર્વાયોજીત હતો અને તેમાં સૂર્યા મરાઠીના માણસોએ દગો કર્યો અથવા તો સામેલ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મનુ ડાહ્યા હત્યા કેસમાં પાંચ દિવસ અગાઉ પુરવાના અભાવે શંકાનો લાભ લઈને નિર્દોષ છૂટેલા સૂર્યા મરાઠીના જેલમાંથી બહાર આવ્યાના ત્રણેક દિવસમાં જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે કે, સૂર્યા મરાઠી જેલમાંથી મુક્ત થયો ત્યારથી તેના પર રેકી કરવામાં આવી હતી અને આજે આખરે તેની પ્લાન પૂર્વક હત્યા કરવામાં આવી છે. મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરીના વતની સૂર્યા મરાઠીએ સુરતમાં માથાભારે શખ્સની છાપ ઉભી કરી હતી. કથિત રીતે ગેંગ ચલાવતો સૂર્યા મરાઠી અવારનવાર હત્યાથી લઈને ખંડણી સહિતના કામો કરતો હતો. રાજે ગ્રુપના સ્થાપક સૂર્યા મરાઠી દ્વારા ગણેશોત્સવના આયોજનો પણ કરવામાં આવતાં હતાં. માથાભારે સૂર્યા મરાઠીની બે દીકરીઓ અને એક દીકરા સહિત પત્ની અને વતનમાં રહેતા સૂર્યાના માતા પિતા નોધારા થઈ ગયાં છે.

Advertisement

Share

Related posts

જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં દુર્ગા મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat

ભરુચમાં ‘સ્વરાકાર 2026’ શાસ્ત્રીય સંગીત સંધ્યાનું આયોજન : પ્રખ્યાત વાંસળીવાદક પંડિત અમર ઓક અને શાસ્ત્રીય ગાયિકા ગાયત્રી જોશીની રહેશે વિશિષ્ટ રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!