Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં પરિવારનાં 3 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

Share

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાં એક જ પરિવારનાં 3 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો છે. જેમા આજે વહેલી સવારે માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યુ હતું. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી પહોચી હતી. દુધરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આવી પહોચી હતી જેથી કેનાલમાથી ત્રણેય સભ્યોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હજુ આત્મહત્યાનુ કારણ જાણી શકાયુ નથી. પોલીસે હાલમાં તેમના આડોશી પાડોશીઓની પુછપરછ કરી છે. તેમજ મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોરોનાગ્રસ્ત પરિવારોને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું…જાણો.

ProudOfGujarat

ઉમરપાડામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મેરેથોન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

પિતા પુત્ર ઉપર હુમલો કરનાર માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ધરપકડ કરવા કોંગ્રેસે સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!