Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ૩ બનાવો સામે આવતા ખળભળાટ.

Share

ભરૂચ જિલ્લામાં આત્મહત્યા, આપઘાત જેવા બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો હોય તેમ એક બાદ એક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં જ ત્રણ જેટલા આત્મહત્યાના બનાવો સામે આવતા તમામ બનાવો મામલે પોલીસ વિભાગે નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચમાં આત્મહત્યાની પ્રથમ ઘટના ગતરોજ સવારે ભરૂચ-ચાવજ રેલવે ટ્રેન વિસ્તારમાંથી સામે આવી હતી. જેમાં એક અજાણી આશરે ૬૦ વર્ષની ઉંમર ધરાવતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ભરૂચ રેલવે પોલીસ વિભાગ દ્વારા અજાણી મહિલાની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે અંગે તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

ત્યારે અન્ય એક ઘટના ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી સામે આવી હતી, જેમાં ભરૂચના એક યુવાને કોઈ કારણસર નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી જે બાદ સ્થાનિક સામાજીક કાર્યકરો સહિત માછીમારો અને ફાયરના જવાનો દ્વારા નદીમાં કુદેલ યુવાનની શોધખોળ હાથધરી છે, જોકે કલાકોની જહેમત બાદ પણ આ લખાય છે ત્યાં સુધી યુવાનનો કોઇ પત્તો ન લાગ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

તો આજ પ્રકારે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી નાંખવાની ત્રીજી ઘટના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી ગત મોડી સાંજે સામે આવી હતી, જ્યાં સિલ્વર સીટી સોસાયટી વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાંખતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મૃતકની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આમ ભરૂચ જિલ્લાના એક બાદ એક આપઘાત અને આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે તો બીજી તરફ નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બનતું જઇ રહ્યું હોય તેમ છેલ્લા ૧૫ દિવસમાં બ્રિજ પરથી છલાંગ લગાવવાના બનાવો તેમજ આત્મહત્યા કરવા આવેલ લોકોને બચાવવાની ઘટનાઓ પણ સામે આવી હોય તે પ્રકારની સ્થિતિ ચાલુ માસ દરમિયાન ભરૂચમાં જોવા મળી છે. ત્યારે નર્મદા મૈયા બ્રિજ પર રેલીંગ અથવા બ્રિજ પર પોલીસ પેટ્રોલીંગ સધન બનાવવામાં આવે તેવી લોક માંગ પણ જાગૃત નાગરિકોમાં ઉઠી રહી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગાયક સૂર્યવીર તેના નવા સિંગલ ‘યાદ આ રહા હૈ’ દ્વારા બપ્પી દા ના વારસાને ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ProudOfGujarat

લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ માટે ભય મુક્ત પરીક્ષા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના કર્મયોગી ખેડૂતોએ ખેતરોમાં વિવિધ ઉનાળુ પાકો, ઘાસચારો અને શાકભાજીનું વાવેતર શરૂ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!