Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : બાવાગોર દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૭ માર્ચના રોજ મનાવવામાં આવશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુક‍ાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોરની દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૭ માર્ચ શનિવારના રોજ મનાવવામાં આવશે.તા.૬ માર્ચ અને શુક્રવારના રોજ પરંપરાગત સંદલ ચઢાવવામાં આવશે.સંદલના દિવસે રાત્રે સીદી ધમાલનો કાર્યક્રમ યોજાનાર છે.ઉર્સના દિવસે સબ્બીર બરકાતીનો નાત શરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.ઉપરાંત ઉર્સના બીજા દિવસે ત‍ા.૮ મીના રોજ રાત્રે કવ્વાલીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.બાવાગોર આવવા માટે રતનપુર રાજપારડી અને ઝઘડીયાથી વાહનોની સગવડ મળે છે.ઉલ્લેખનીય છે કે હાલમાં યોજાનાર આ ઉર્સ ૭૮૭ મો વાર્ષિક ઉર્સ છે.હઝરત બાવાગોરની દરગાહ ભારતભરના શ્રધ્ધાળુઓ માટે પરમ આસ્થાનું પ્રતિક છે.આ સુફી સંતની દરગાહે દરરોજ પણ બહોળી સંખ્યામાં જનતા દરગાહન‍ા દર્શનાર્થે આવે છે.દર ગુરુવારે અને રવિવારે દરગાહે મોટું માનવ મહેરામણ ઉમટે છે.ભારતના પ્રસિદ્ધ સુફી આસ્તાનાઓમાં હઝરત બાવાગોરની દરગાહની ગણના થાય છે.વર્ષમાં બે વાર દરગાહે ભવ્ય મેળાઓનું આયોજન થાય છે.દરગાહના વાર્ષિક ઉર્સ ઉપરાંત દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ)વધાવવાના દિવસે પણ ભવ્ય મેળો ભરાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

મહેમદાવાદનાં કનીજ ગામે શખ્સનાં ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા પીતાં મોત નીપજયું

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસે માટીએડ ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!