Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : માંડલની ૯૭ આંગણવાડી કેન્દ્રમાં કૃમિનાશક દીન ઉજવણી કરવામાં આવી.

Share

અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. ઘટક માંડલમાં કૃમિનાશક દીન ઉજવણી નિમિતે તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ, સી.ડી.પી.ઓ મીતાબેન જાની, મુખ્ય સેવિકા આયેશાબેન મુલતાની ઉપસ્થિતિમાં માંડલ આંગણવાડી કેન્દ્ર-૨, ૫ અને ૮ પર લાભાર્થીને કૃમિ નાશક મેડીશીન આપવામાં આવી હતી. સી.ડી.પી.ઓ મીતાબેન જાનીએ જણાવ્યું હતું કે, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ માંડલ તાલુકામાં “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી. આ કામગીરીને સઘન વેગ આપવા ઘટક માંડલની ૯૭ આંગણવાડી કેન્દ્રમાં કૃમિનાશક દીન ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને કૃમિથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ

Advertisement

Share

Related posts

નડિયાદમાં મહુધા વિસ્તારના ભુમસ રોડ નજીકથી જુગારીયાઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

અંકલેશ્વર- નગર પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનની પ્રશંસનીય કામગીરી,૧૨૫ વિધવા માતાઓને વિધવા સહાય યોજના અંગે માહિતગાર કરી યોજનાના લાભાર્થી બનાવવા પ્રક્રિયા કરાવી હતી…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સીમમાં 15 ભેંસના રહસ્યમય સંગોજો મોત નિપજતા પશુ પાલકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!