Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ ને.હા પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત નિપજયું.

Share

પાલેજ ને.હા.ચોકડી ઉપર તા.૧૦ મી નાં રોજ સાંજે ૭ વાગ્યાનાં અરસામાં કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકનાં ચાલકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત સાંજે કોળીયાડ ગામના પ્રિતેશ વિનોદભાઈ પટેલ વડોદરાથી ઘરે પરત આવતાં ને.હા.નંબર ૪૮ ઉપર આવેલ ઓવર બ્રિજની બાજુમાં સર્વિસ રોડથી કોળીયાડ જવા માટે તેમના પત્ની તેમજ બાળકોને ઉતરેલ તે વખતે સર્વિસ રોડ ઉપર આવતાં સામેથી એક મોટર સાયકલ રોંગ સાઈડ પુર ઝડપે આવતાં વેગેનારને બ્રેક મારી ઊભી કરી દીધેલ તેમ છતાં મોટર સાયકલ પુર ઝડપે હોય મોટર સાયકલ ઉછળી કારની આગળ બોનેટનાં ભાગે પડેલ જેથી કારનો આગળનો કાચ પણ તૂટી ગયેલ હતો.અકસ્માતમાં બાઈક ચાલકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેઓને સારવાર અર્થે ૧૦૮ મારફતે પાલેજ સરકારી દવાખાને લઈ જતાં સારવાર દરમિયાન બાઈક ચાલક દિનેશ રઘુવીર ડાવી રહે. ગડવાના.તા.સિલવાની.જી.રાયસેન.મધ્ય પ્રદેશનું મોત નિપજ્યું હતું.પાલેજ પોલીસે કાયદેસર કાગળો કરી ઘટના સબંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા કોંગ્રસ સમિતિ દ્વારા માંગરોળ મામલતદાર કચેરીની સામે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે બુદ્ધિશાળી વર્ચ્યુઅલ સહાયક ‘RIA’ ની કરી રજૂઆત.

ProudOfGujarat

વડોદરાના સાવલી તાલુકામાં ગાજાંનાં જથ્થા સાથે એકની ઘરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!