Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ જીલ્લાનાં વિવિધ ગામોમાં મેલેરીયા શાખા દ્વારા સેનીટાઇઝેશન કામગીરી કરવામાં આવી.

Share

હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટર અમદાવાદ અને જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદની સુચના મુજબ અમદાવાદ જીલ્લાની વિવિધ ગામમાં હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોના ઘરે મેલેરીયા શાખા, જિલ્લા પંચાયત અમદાવાદ સંલગ્ન કર્મચારીઓ દ્વારા સેનીટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. સાણંદ તાલુકાના શેલા ગામમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શેલા ગામમાં વિશેષ ડ્રોનની મદદથી સેનીટાઇઝેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા એક અઠવાડીયામાં અમદાવાદ જીલ્લામાં ૫૭૫ ઘરોમાં સેનેટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નોવેલ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો, હાથ ધોવાની રીત સમજાવવામાં આવી હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતીષ મકવાણા તથા જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, દસક્રોઇ તાલુકામાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠેડે જણાવ્યુ હતુ કે, હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. જો થોડી સાવચેતી રાખવામાં આવે તો કોરોના વાઇરસના ચેપથી ચોક્કસ બચી શકાય તેમ છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોં ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. છેલ્લા એક અઠવાડીયામાં અમદાવાદ જીલ્લામાં ૫૭૫ ઘરોમાં સેનેટાઇઝેશનની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. સાણંદ તાલુકાના શેલા ગામમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા શેલા ગામમાં વિશેષ ડ્રોનની મદદથી સેનીટાઇઝેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નિલેષ ચોકડી ખાતેના ઓવર બ્રિજ નીચે થી અજાણ્યા ઈશમ નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

ProudOfGujarat

ભરૂચમાં સમાજવાદી પાર્ટીની મહિલાઓ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મહિલા સુરક્ષા અંગે કડક કાયદા બને તેવી માંગણી કરી હતી.

ProudOfGujarat

શિવમ સોસાયટીમાં થયેલી લુંટનો ભેદ ઉકેલતી ગોધરા એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!