Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના પોઝીટીવ કેસ મળતા ખળભળાટ, ભરૂચ જિલ્લામાં કોરોના આંકડો ૪૮ થયો.

Share

આમોદ તાલુકાના આછોદ ગામે કોરોના દર્દી મળતા વહીવટી તંત્રએ તાબડતોડ વિસ્તારને શીલ કરવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ગામે ઝકકરિયા મસ્જિદવાળા ફળીયામાં રહેતા સુહેલ અહમદ અમીજી ઉ.વ ૩૫ ને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓ ઘરે જ રહેતા હતા અને તેમને શરદી ખાંસી થતા તેમણે જંબુસર ખાતે દારુલ ઉલુમ દવાખાનામાં સારવાર લીધી હતી. જ્યાં તેમને ન્યુમોનિયા હોવાનું જણાતા વડોદરા ગોત્રી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને કોરોના રીપોર્ટ ટેસ્ટ કરવામાં આવતા કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ખાતે કોરોના પોઝીટીવ દર્દી મળતા આરોગ્ય વિભાગ તેમજ પોલીસની ટીમ ગામમાં પહોંચી ગઈ હતી. અને આછોદ ગામને જરૂરી સૂચનાઓ આપી વિસ્તારને શીલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આછોદના કોરોના પોઝીટીવ સુહેલ અહમદ અમીજીના કુટુંબમાં રહેતા ૪ લોકોને આમોદના બચ્ચો કા ઘર ખાતે ફેસિલિટી કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય રિતેશ વસાવાએ નેત્રંગ તાલુકામાં બંને યોજનાનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું.

ProudOfGujarat

રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ નો એવોર્ડ સમારોહ યોજાયો.

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!