Proud of Gujarat
GujaratFeaturedINDIA

વર્ષાઋતુમાં આકાશમાં ચમકતી વીજળીથી કેવી રીતે બચી શકાય ! જાણી લો ઉપાયો.

Share

વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે તથા પાણીનાં પ્રવાહમાં તણાવાનાં કારણે માનવ/પશુ મૃત્યુના બનાવ બનવા પામતા હોય છે. ત્યારે બચાવના કેટલાક પગલાં આકાશીય વીજળીનાં પ્રકોપથી માનવ-પશુ જિંદગી બચાવી શકે. આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ જેવાં કે જ્યારે આપણે ઘરની અંદર હોઇએ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવુ જોઇએ. તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરીએ. બારી-બારણા અને છતથી દુર રહેવું જોઈએ તેમ જ વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું જોઈએ. ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું. આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોઇએ તો ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે જેથી તેમજ આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવુ જોઈએ. ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જઇએ, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય છે, જયારે મુસાફરી કરતા હોઇએ તો વાહનમાં જ રહીએ, મજબૂત છતવાળા વાહનમાં રહીએ. પાકા મકાનમાં રહેવું, ઝાડ નીચે રહેવાથી બચવું, વાહનમાં રહેવું સલામત, ઉપકરણોના પ્લગ કાઢી નાખવા. આ ઉપરાંત ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરીએ, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહીએ, પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહીએ, પાણીમાં હોઇએ તો બહાર આવી જઇએ, જો આપણા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટી થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દઇએ, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકી રહી છે તેમ સમજીને જમીન પર સુવાનું ટાળવું અથવા તો જમીન પર હાથ અડકે નહીં તેનું ધ્યાન રાખીએ. આકાશીય વીજળીનો ઝટકો લાગે તો વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો કૃત્રિમ શ્વાસોશ્વાસ (સીપીઆર) આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦ નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ ની ગણતરી શરૂ કરવી, જો આપણે ૩૦ સુધી પહોંચતા પહેલા ગાજવીજ સાંભળીએતો ઘરની અંદર જતા રહેવું જોઇએ, ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દઇએ. ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખીએ. આમ, આપણે ચોમાસની ઋતુમાં જો આટલી જાગૃતિ રાખીશું તો આપણે આપણાં અને પશુના જીવનને સુરક્ષિત બનાવી શકીશું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત : નિબંધલેખન સ્પર્ધામાં ઓલપાડની અસ્નાબાદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની માનસી વિજયભાઈ રાવળીયાની લિખિત નિબંધની રાજ્યકક્ષાએ પસંદગી.

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી. એ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરી કરનાર ઈસમને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

એકતા કપૂર ‘ડિરેક્ટોરેટ એવોર્ડ’ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!