Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોના સંક્રમણને અટકાવવા છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી નગરનાં વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો સાંજે 4 વાગ્યે બોડેલીની તમામ દુકાનો બંધ કરી કોરોનાથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરાયો છે.

Share

સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા હાથ ધરાઈ છે તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનાં કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું આર્થિક પાટનગર ગણાતા બોડેલી નગરનાં વેપારીઓએ કોરોના સંક્રમણને અટકાવવા એક મહત્વનો નિર્ણય લીધો છે.બોડેલીનાં વેપારીઓ સ્વેચ્છાએ પોતાની દુકાનો સાંજે 4 વાગ્યે બંધ કરી દેશે. બોડેલી નગરમાં આસપાસના ગામોનાં લોકોની અવરજવર વધુ રહે છે. વેપારીઓનું માનવું છે કે જો 4 વાગ્યે બજાર બંધ રહેશે તો લોકોની અવરજવર ઉપર અંકુશ આવશે જે કોરોના સંક્રમણને ફેલાવતા અટકાવવામાં મદદરૂપ થશે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનાં કુલ 74 કેસ નોંધાયા છે જેમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેમજ 52 દર્દીઓને સારવાર આપી ડિસ્ચાર્જ પણ કરાયા છે. 74 પૈકી બોડેલી બ્લોકમાં 29 લોકો સંક્રમિત થયા છે. વધી રહેલા કેસો સંદર્ભે વેપારી મંડળનાં 4 વાગ્યે દુકાનો બંધ કરી દેવાના નિર્ણયને નગરના વેપારીઓએ ટેકો આપ્યો છે. તો નગરજનો પણ નિર્ણયને બિરદાવી રહ્યા છે.

તોફીક છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં નવા સંગઠનનાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચની ઘી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અવર્નેશ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

એમેઝોન પ્રાઇમ વિડિયોને 5 સૌથી વધારે પ્રિય ટાઈટલ્સ સાથે આ મહિને મળ્યા અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વ્યુઅરશીપ ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!