Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સેલવાસથી કેમિકલ ભરીને આવતું ટેન્કર ને.હા 48 નવજીવન હોટલ પાસે પલટી જતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં ને.હા 48 પર સેલવાસથી બાયોડીઝલ ભરેલ ટેન્કર નવજીવન હોટલ પાસે અંકલેશ્વર નજીક અચાનક પલટી ગયું હતું. ટેન્કર પલટી ખાવાનું કર્ણ હજી જાણી શકયું નથી પરંતુ આ અંગેની એવી અટકળો ચાલી રહી છે કે વળાંક પાસે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેન્કર પલટી ગયું હતું. જેને પગલે ટ્રાફિકજામ સર્જાય ગયો હતો જયારે પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

ભાવનગરમાં ચકાસણી કામગીરીમાં 123 ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ

ProudOfGujarat

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ કર્મચારીઓની સલામતીની પ્રક્રિયાને મજબુત બનાવે છે : એક નવી/વધારાની માર્ગદર્શિકા જાહેર કરી.

ProudOfGujarat

હવેથી વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે, ફરીયાદ માટે સીધી સુવિધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!