Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસર બાયપાસ ઓવરબ્રિજ પર માર્ગ બિસ્માર હાલતમાં થવાથી તંત્ર દ્વારા કપચી નાંખી સમારકામ કર્યું હોવાથી માર્ગ પર ખાડા અને સળિયા દેખાવા લાગ્યા છે.

Share

ભરૂચ નજીક જંબુસર બાયપાસ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર હાલતમાં થઈ ગયો છે ત્યારે આ અંગે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ઓવરબ્રિજ પર ઊંડા ખાડા પડી ગયા હતા જેથી લોખંડનાં સળિયાઓ પણ બહાર આવી ગયા હતા. સળિયાઓ બહાર આવવાના પગલે વાહનોને પંકચર થાય તેમજ અકસ્માત સર્જાય તેવી પણ સંભાવના ઊભી થઈ હતી.

ઓવરબ્રિજ પર ઠેરઠેર ઊંડા ખાડા પડેલ હતા જેના પગલે ખૂબ મોટાપાયે ઉગ્ર હોબાળો થતાં તંત્ર દોડતું થયું હતું અને લોકોને શાંત કરી દેવા માટે તદ્દન કામ ચલાઉ ધોરણે કપચી નાંખી ખાડા પુરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આમ કરતાં ખાડા પુરાયા ન હતા તેમજ તેના કરતાં વધુ ખરાબ પરિસ્થિતીનું સર્જન થયું હતું. તંત્ર દ્વારા પુરાયેલ કપચી વરસાદનાં પગલે બહાર આવી ગઈ હતી. આ વિસ્તારનાં રહીશોમાં રોષની લાગણી જણાતી હોય અને જલદ આંદોલન કરે તેવી સંભાવના ઊભી થઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે એસટી ડેપો નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા બુટલેગરને ઝડપી પાડી નવ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

બાઇક સવાર દંપતી-પુત્રને પિકઅપ જીપે ટક્કર મારી : પિતાનું મોત, માતા-પુત્રને ગંભીર ઇજા

ProudOfGujarat

અંકલેશ્વર : તલાટી કમ-મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઇ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!