Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર અને વાલિયા તાલુકાના વિસ્તારોમાંથી પસાર થતી આમલાખાડી ઉભરાય, કોયલી અને ધતૂંરીયા ગામની સીમમાં પાણી ફરી વળ્યું

Share

સમગ્ર દેશની પ્રદુષિત ખાડીઓમાં જેની ગણના થાય છે. તેવી આમલાખાડીમાં ભારે વરસાદ અને કંપનીઓ દ્વારા છોડાતા કેમિકલયુક્ત પાણીના પગલે આમલાખાડી ઉભરાય હતી. આમલાખાડી અંકલેશ્વર અને વાલિયા તાલુકામાંથી પસાર થાય છે. ત્યારે ખાડીની આજુ-બાજુ આવેલા ખેતરોમાં પાણી ફરી વળતાં કોયલી, ધંતુરીયા અને અન્ય ગામોની સીમમાં આવેલ ૫૦૦ વીંગા જેટલી જમીનમાં આમલાખાડી નું કેમિકલ યુક્ત પાણી ફરી વળતા કિસાનોને ભારે નુકસાન થયું છે તે સાથે ભરતીના પાણી હોવાના પગલે ખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદ વરસતા આમલાખાડી ઉભરાઈ ગઈ હતી. તેથી ખાડી ના કિનારે આવેલ ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થતા કિશાનોને જંગી આર્થિક નુકસાન થયું છે. જે અંગે વળતર ની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચાર વિવિધ જગ્યાઓ પર રાષ્ટ્રીય એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયું.

ProudOfGujarat

સુરત ગ્રામ્ય LCBની મોટી સફળતા: પલ્સર બાઈક પર રેકી કરી 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ચોર ઝડપાયો

ProudOfGujarat

માંગરોળ : વેરાકુઈ ગામના બાંડીબેડી ફળિયામાં દીપડાએ બકરીનો શિકાર કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!