Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કસક ગરનાળું બંધ રહેતા ભૃગુઋષિ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

Share

ભરૂચ રેલ્વેતંત્ર દ્વારા કસક ગરનાળાનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે. જેથી તા.3-9-2020 નાં રોજ એક દિવસ માટે કસક ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે.

જે અંગે અગાઉથી સૂચના આપી હતી તેમ છતાં આજે કેટલાક વાહનચાલકો કસક ગરનાળાથી થઈને જવાનો પ્રયાસ કરતાં હોવાનું જણાયું હતું. તંત્ર દ્વારા કસક ગરનાળું બંધ કરાતા પાંચબત્તીથી શક્તિનાથ થઈ ભૃગુઋષિ ઓવરબ્રિજ થઈને પસાર થવાનો વાહનચાલકોને વિકલ્પ આપવામાં આવ્યો છે જેથી આજે ભૃગુઋષિ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. કસક ગરનાળા પર અને ભૃગુઋષિ ઓવરબ્રિજ પર બંને તરફ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમ છતાં ભૃગુઋષિ ઓવરબ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય હતી. કેટલાક નોકરિયાતોને નોકરીનાં સ્થળે સમયસર જઈ શકયા ન હતા. આ ઉપરાંત વેપારીઓ પણ ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

મુંબઈ માટે આફત બન્યો પહેલો વરસાદ : બે-ત્રણ દિવસમાં ગુજરાત સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનાં એંધાણ.

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જી પોલીસે પાટણમાં ખુનનો પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચથી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં બકરી ઈદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!