Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરનાં ફાટાતળાવથી ચાર રસ્તાનાં બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી વિપક્ષની માંગણી.

Share

ભરૂચ નગરનાં ફાટાતળાવથી ચાર રસ્તા સુધીનાં રસ્તાનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માગ ભરૂચ નગર પાલિકાના વિપક્ષના સભ્યોએ નગરપાલિકાનાં મુખ્ય અધિકારી સંજય સોનીની મુલાકાત લઇ ફાટાતળાવથી ચાર રસ્તા સુધીના માર્ગનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાળા, યુસુફભાઇ મલેક, લાલભાઈ શેખ, ઈબ્રાહીમ કલકલ તેમજ અન્ય સભ્યોએ નગરપાલિકાનાં મુખ્ય અધિકારી સંજય સોનીની મુલાકાત લઇ જણાવ્યું હતું કે બિસ્માર રસ્તાનાં કારણે વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર સહન કરવું પડી રહ્યું છે. તેમાંય તૂટી ગયેલ ગટરનાં કારણે માર્ગ પર ગંદુ પાણી ફેલાઈ ગયું છે તેથી વેપારીઓ અને ગ્રાહકોને ગંદકીમાંથી પસાર થવું પડે છે તેથી તાત્કાલિક ધોરણે ફાટાતળાવથી ચાર રસ્તા સુધીના રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ-પાલેજ વચ્ચે ખખડધજ બસો ગોકળ ગતિ એ ચાલી રહી છે

ProudOfGujarat

કૃષ્ણનગર સોસાયટીમાં રસ્તા પરથી કાર કાઢવા મુદ્દે બબાલ, પથ્થર મારી કારને નુકસાન : કારચાલકને ‘ફરી અહીંથી ગાડી કાઢીશ તો જાનથી મારી નાખીશ’ની ધમકી આપ્યાનો આક્ષેપ, રૂ.70 હજારનું નુકસાન થયાની ફરિયાદ

ProudOfGujarat

અમદાવાદની ડૉ. એરિકાએ વિશ્વની ટોપ ફાઇવ મેરેથોનમાં શામેલ બર્લિન મેરેથોનને 5 કલાક 39 મિનિટમાં પુરી કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!