Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં જલારામ જ્યંતીની ઉજવણી કરાઇ…

Share

આજે જલારામ બાપાની 221 મી જન્મ જ્યંતીની ઉજવણી ભરૂચ પથકમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. અલબત્ત કોરોના મહામારીનાં પગલે મોટા પાયે કાર્યક્રમ યોજવામાં આવ્યા ન હતા તેમ છતાં ભરૂચ પંથકનાં દરેક વિસ્તારમાં જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચનાં હનુમાન શેરીમાં આવેલ હનુમાનજી મંદિરમાં જલારામ જ્યંતી નિમિત્તે જલારામબાપા પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમજ ભરૂચનાં કસક જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે આરતીનું આયોજન કરવામાં આવેલ હતું

અને પૂજા કરવામાં આવેલી હતી તેમજ ભાવિ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. આ વર્ષે કોરોના મહામારી નિમિત્તે પ્રસાદનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. આમ ભરૂચ નગર અને આસપાસનાં વિસ્તારમાં આવેલ જલારામ મંદિરો ખાતે તેમજ અન્ય મંદિરો ખાતે પણ જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પત્ની સાથે સંબંધ રાખતો હોવાની શંકાએ ગ્રામ પંચાયતના કારકૂન પર હુમલો

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં માનવ ઉત્થાન સેવા સમિતી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!