Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલનાં કુટુંબીજનોને સાંત્વના અર્પવા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પિરામણ આવ્યા.

Share

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા સ્વ. અહેમદ પટેલનાં નિધનનાં પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઇ છે. આજે દેશનાં રાષ્ટ્રીય નેતાઓ સ્વ. એહમદ પટેલનાં પરિવારજનોને સાંત્વના અર્પવા પિરામણ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.

ભરૂચનાં પનોતા પુત્ર અહેમદ પટેલનાં પિરામણ સ્થિત નિવાસસ્થાને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ જેમાં રાજ્યસભા વિપક્ષનાં નેતા ગુલામ નબી આઝાદ, માજી કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાનાં માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા સહિતનાં દિગ્ગજ નેતા પીરામણ પહોંચ્યાં હતા અને સ્વ.અહેમદ પટેલના પરિવાજનોને મળી સાંત્વના પાઠવી હતી.

સ્વ. અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝને સાંત્વના આપી હતી. આવનારા દિવસોમાં અન્ય નેતાઓ પણ પિરામણ ખાતે આવી પહોંચે તેવી સંભાવના જણાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ડેડિયાપાડાના મોહબુડી ગામમાં નેટવર્કના અભાવે ધો. ૧૨ ની બે વિદ્યાર્થીનીઓએ ટેકરી પર જઇને લેવુ પડે છે ઓનલાઇન શિક્ષણ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટના ઉપ સરપંચની દાવેદારીમાં થયેલ ખોટી સહી બાબતે ઉમેદવારનું ફોર્મ રદ કરવા બાબતે ભરૂચ જિલ્લા કલેકટરની આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે FSL ના રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો, 142.5 કિમીની સ્પીડ પર હતી કાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!