Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : નિઝામશાહ દરગાહનાં કંપાઉન્ડમાં દબાણ, કચરો કે ગેરકાયદેસર ગાડીઓનું પાર્કિંગ થતું હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Share

રાજપીપળા ખાતે હઝરત નિઝામ દાદાની દરગાહ વર્ષો જૂની ઈતિહાસિક દરગાહ આવેલી છે દરગાહનું વિશાળ મોટું કંપાઉન્ડ કેટલાક વર્ષોથી ખુલ્લુ હતું ત્યારે લોકો ત્યાં ગેરકાયદેસર દબાણ અને ગાડીઓનું પાર્કિંગ કરતા આવે છે અને ગેરકાયદેસર કેટલાક લોકો ગ્રાઉન્ડની અંદર કચરો નાખે છે અને મોટી માત્રમાં કચરો નાંખવાથી ગંદકી રોજબેરોજ પુષ્કળ જોવા મળે છે પણ દરગાહનાં ટ્રસ્ટીઓએ આ ખુલ્લા કંપાઉન્ડને કોટ બાંધ્યો છે છતાં પણ કેટલાક લોકો ગ્રાઉન્ડમાં હજુ પણ દબાણ અને ગાડીઓ ગેરકાયદેસર પાર્ક કરે છે અને ગેરકાયદેસર કચરો નાખે છે અને એકતાનું પ્રતિક સમાન તમામત ધર્મના દરગાહમાં શ્રધ્ધાળુઓ રોજબેરોજ આવતા હોઈ આવતા લોકોને ખૂબ મોટી તકલીફ પડે છે.

કેટલીવાર તો ગાડી એવી પાર્કિંગ હોય છે કે બહારથી દરગાહ પણ દેખાતી નથી દબાણ અને કચરો નાખવાથી પુષ્કળ ગંદકી દેખાય છે. શું કચરો નાંખનાર અને ગાડી પાર્ક કરનારને આ બઘું સારું લાગે છે જો તમારા ઘરની પાસે એક દિવસ સફાઈ કામદાર સફાઈ ના કરી જાય ત્યારે આખું ફળિયું માથે લઈ લેવામાં આવે છે જે પણ ગાડી મૂકે છે અને કચરો દરગાહના ગ્રાઉન્ડમાં નાંખે એ શુ સારું કહેવાય ?? હવેથી દબાણ અને ગાડી પાર્કિંગ ના કરે અને કચરો નાંખવાથી ગંદકી ના થાય એ માટે દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા એક નોટિસ લગાવવામાં આવી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

સાક્ષર નગરી નડિયાદમાં ‘TECH FAIR-2022’ ઉજવાયો.

ProudOfGujarat

માંગરોળના આમનડેરા ગામે ગૌમાંસ વેચાણ કરતા ચાર ઈસમોને 180 કિલો ગૌમાંસ સાથે ઝડપાયા.

ProudOfGujarat

“सुपर 30” में पटना स्थित बिहारी शिक्षक के रूप में रितिक रोशन को पहचान पाना हुआ मुश्किल!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!