Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા ટેકરા ફળિયામાં સ્વ.નરેશ કનોડિયાનાં ચાહકે તેમના આત્માની શાંતિ માટે ભજન રાખી શ્રદ્ધાંજલિ અર્પી.

Share

ગુજરાતી ફિલ્મોનાં મહાનાયક અને ગાયક એવા નરેશ કનોડિયાનું લાંબી માંદગી બાદ અવસાન થતાં તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ હતી ત્યારે રાજપીપળામાં પણ તેમના ચાહક સનતભાઈ પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સનતભાઈએ સ્વ. નરેશ કનોડિયા સાથે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે ત્યારે તેમની આત્માને શાંતિ મળે તે માટે તેઓએ ભજન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાજપીપળાનાં ટેકરા ફળીયા વિસ્તારમાં રહેતા સનતભાઈ જોગી પોતે નરેશ કનોડિયા સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકયા છે અને તેમને આદર્શ ગણતા હોય આમ અચાનક નરેશ કનોડિયાનું નિધન થતા સનત ભાઈ ખૂબ દુઃખી થયા હોય તેમના આત્માની શાંતિ માટે તેમણે ટેકરા ફળીયા ખાતે ભજનનો કાર્યક્રમ યોજી શ્રધાંજલિ આપી દુઃખ વ્યક્ત કર્યું હતું.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

માંડણ ગામે કરજણ નદીમાં ભરૂચના એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતા કરુણાંતિકા સર્જાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં કોંઢ ગામે આવેલ જવેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, શટર તોડી અપાયો ચોરીને અંજામ, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ.

ProudOfGujarat

ભારે કરી-તમે મને કચરો અંદર નાંખો, હું બહાર ફેંકી આપીશ, ભરૂચ નગરપાલિકા પાસે કાંણા વારી અત્યાધુનિક કચરા પેટીઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!