Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં તુલસી ફળિયા વિસ્તારનાં મકાનોમાં અચાનક આગ લાગી.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગનાં તુલસી ફળિયામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગનાં બનાવમાં બે થી ત્રણ જેટલા મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા જેથી જંગી નુકસાન થયું હતું. અચાનક ફાટી નીકળેલ આગના પગલે લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે આગ લાગવા અંગેનું ચોકકસ કારણ જાણી શકાયું નથી.

ગાંધી બજાર નજીક નેત્રંગમાં આવેલ તુલસી ફળિયાનાં મકાનોમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. તુલસી ફળિયાનાં મકાનો એકબીજાને અડીને આવેલ હોવાથી આ આગ ઝડપથી પ્રસરે તેવી સંભાવના હતી જોકે આગે બે થી ત્રણ મકાનોને ઝપેટમાં લીધા હતા પરંતુ તે સાથે નેત્રંગનાં લોકો અને ખાસ કરીને યુવાનોએ ખુબ સતર્કતા બતાવી હતી અને જાતે જ સતત પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી.

જોનારાનાં જણાવ્યા મુજબ જો આગને કાબુમાં લેવામાં થોડો વિલંબ કે મોડું થયું હોત તો તુલસી ફળિયાનાં વધુ મકાનો આગની લપેટમાં આવી જતા ખુબ મોટું આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના હતી પરંતુ સદભાગ્યે આવી પરિસ્થિતિ સર્જાઈ ન હતી.

Advertisement

Share

Related posts

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર પકડવામાં આવ્યા

ProudOfGujarat

સુરતમાં BRTS ના અલાયદા રૂટની રેલીંગ સાથે આજરોજ અડાજણ બસ ડેપોની એક એસ.ટી. બસ ધડાકા ભેર અથડાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!