Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયામાં બે દિવસ કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

Share

*૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને માટે મફત રસીકરણનું આયોજન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને મફત કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયાના ઉપક્રમે આ કાર્યક્રમ ત્રણ સ્થળોએ રાખવામાં આવ્યો છે.જે અંતર્ગત કોમ્યુનિટી હોલ સુલતાનપુરા, પ્રાથમિક કુમાર શાળા સુલતાનપુરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડિયા ખાતે તારીખ ૧ લી અને ૨ જી એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકથી સાંજે ૪ કલાક સુધી રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોએ તેનો લાભ લેવા જણાવવામાં આવ્યુ છે. આ કોરોના રસીકરણ કાર્યક્રમમાં કોઈપણ તાલુકા કે કોઇ પણ જીલ્લાની વ્યક્તિ આધારકાર્ડ દર્શાવીને ઝઘડિયા ખાતે કોરોનાનું રસીકરણ કરાવી શકે છે તેમ વધુમાં જણાવાયુ છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી:- રાજપારડી


Share

Related posts

શહેરાનગરમા અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાચાદીના દાગીનાની ઊંઠાતરી કરી ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે, કોરોનાનાં નામે જનતાને દંડનારી ભરૂચ પોલીસ નેતાઓ સામે લાચાર બની, અધિકારીઓની હાજરીમાં ગાઇડલાઈનનાં ધજાગરા.

ProudOfGujarat

દેરોલ અને ટંકારિયા ગામે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનના ખેડૂતો જેટલું વળતર મેળવવા ખેડૂતોમાં સળવળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!