Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 48 કેસ આજે એક જ દિવસમાં નોંધાયા.

Share

નર્મદા જિલ્લામાં કોરોના વિસ્ફોટ સતત થઈ રહ્યો છે જેમાં આજે નર્મદામા કોરોનાએ પોતાનો જ નવો રેકોર્ડ તોડ્યો હતો અને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આજે એક જ દિવસમાં સૌથી વધુ 48 કેસ નોંધાતા સતત વધતા જતો ગ્રાફ ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ કોરોનાની ચેન તોડવા તંત્ર વેક્સીનેસનની કામગીરી વેગવાન બનાવી રહી છે લોકો રસી મુકાવી રહ્યા છે. બીજી તરફ નર્મદામા કોરોનાની ચેન તોડવા લોકડાઉન વધારાઈ રહ્યું છે ત્યારે તેની સામે કોરોનાના કેસો ઘટવાને બદલે ક્ર્મશ વધી રહ્યા છે.હવે કોરોના નર્મદાના પાંચેય તાલુકામાં ફેલાયો છે.
જેમાં નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે સત્તવાર આંકડા બહાર પાડ્યા હતા. તેમાં આજના 44 કેસમાં
નાંદોદમા 07 કેસ, ગરુડેશ્વર તાલુકામાં 10, તિલકવાડામા 03, ડેડીયાપાડામા 12,સાગબારામા 08 અને રાજપીપલામા 08 કેસ મળી કુલ 48 કેસ નોંધાતા જિલ્લાના પાંચેય તાલુકામાં કોરોના પ્રસર્યો હતો.

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 37 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 11 સહિત કુલ-48 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1455, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1240 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2762 નોંધાવા પામી હતી. રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૨ દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 2617 દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દર્દીઓ સહિત કુલ-2533 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 77 દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 54 દર્દીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 67 અને વડોદરા ખાતે 28 દર્દીઓ સહિત કુલ-226 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

આજે RTPCR ટેસ્ટમાં 688અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1033 સહિત કુલ-1721 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-46784 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-31 દર્દીઓ, તાવના-27 દર્દીઓ, ઝાડાના 26 દર્દીઓ સહિત કુલ-84 જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001832 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9046440 લોકોને વિતરણ કરાઇ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

હળવદના શક્તિનગર ગામે સ્મશાનની પાછળ જુગાર રમતા ૭ જુગારી ઝડપાયા, એક ફરાર

ProudOfGujarat

સૌરાષ્ટ્ર જિલ્લાનાં ઉપલેટા ગામે આશરે ૧૯ જેટલા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખૂટી પડતા સરપંચ દ્વારા તંત્રનાં સહારે પોતાના માદરે વતન પરત ફળ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ના દિવસો માં સિવિલ હોસ્પિટલ ને જી.એફ.એલ કંપની દહેજ દ્વારા વેન્ટિલેટરની સહાય કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!