Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : શુક્ર, શનિ ‍અને રવિવારે રાજપારડી બજાર ખુલ્લું રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરનું બજાર શુક્ર શનિ અને રવિવારના રોજ ખુલ્લુ રહેશે. રાજપારડી ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક જાહેર નિવેદનમાં આગામી શુક્ર, શનિ અને રવિવારના રોજ રાજપારડીનું બજાર ખુલ્લું રહેવા અંગે જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ પહેલાના શુક્ર, શનિ અને રવિવારના રોજ કોરોના સંક્રમણને વધતુ અટકાવવાના પગલારૂપે રાજપારડી બજાર બંધ રાખવામાં આવ્યુ હતુ. જોકે તા.૨૧,૨૨ અને ૨૩ મે શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ રાજપારડી બજાર ખુલ્લુ રહેશે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયુ હતુ. કાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક ઓડિયો સંદેશ દ્વારા નગરનું બજાર ખુલ્લુ રહેવા સંબંધી જાહેર નિવેદન બહાર પાડ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક સારંગપુર વિસ્તારમાંથી હાઇવા ડમ્ફરની થઈ ઉઠાંતરી.

ProudOfGujarat

ભરૂચ : ખાનગી શાળા કોલેજોમાં એક સત્રની ફી માફી માંગતુ NSUI એ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

નવસારી : આંતરરાજ્યોમાં 51 ચોરી કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!