Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : શહેરા તાલુકાના જોધપુર ગામેથી ગાંજાના જથ્થાના છોડ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસની ટીમ.

Share

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જોધપુર ગામે ખેતરમા ઉગાડવામા આવેલા ગાંજાના જથ્થા સાથે એક ઇસમની એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે અટકાયત કરીને ૬,૪૯,૭૦૦ લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પંચમહાલ જીલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરા તાલુકાના જોધપુર ગામે રહેતા રમેશભાઈ અમલાભાઈ ખાંટે પોતાના ખેતરમાં ગાંજાનુ વાવેતર કર્યુ છે. આથી પીઆઈ એમ.પી. પંડ્યા સહિતના સ્ટાફે જોધપુર ગામે રેડ કરી હતી. જેમા પોલીસે ખેતરમા જઈ તપાસ કરતા અલગ અલગ ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે આરોપી ઇસમ રમેશ ખાંટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સાથે સાથે ૩૫ જેટલા છોડ મળી ૬,૪૯,૭૦૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ..

ProudOfGujarat

ગોધરા શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

એક મંચ, બે મિસ વર્લ્ડ વિજેતાઓ, એક યાદગાર સાંજ: વૈશ્વિક આઇકોન પ્રિયંકા ચોપરા અને માનુષી છિલ્લર વચ્ચે એક ગરમાગરમ મુલાકાત!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!