Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

Share

ગત રોજ અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તસ્કરોએ બંધ મકાન નિશાન બનાવ્યું છે. ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા 36 હજાર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીગ્નેશ હસમુખભાઈ પટેલ અને તેઓના માતા-પિતા ત્રણેય નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણાં તેમજ રોકડા 36 હજાર મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિક જિગ્નેશભાઈ હસમુખ ભાઈ પટેલે શહેર પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

મોરબી-અણીયારી ટોલ નાકા નજીકથી આર.આર. સેલે 35 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો…

ProudOfGujarat

સુરતનાં સાયન્સ સેન્ટર ખાતે 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખડી તૈયાર કરાઈ, 56 ભોગ વાનગી સાથે વિવિધ સરકારી યોજનાની માહિતી અપાઈ

ProudOfGujarat

રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ શહેરા લાભી ગામે તળાવો ઉંડા કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!