Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના સરવણ ફોકડી ગામેથી પોલીસે બે લાખનો દારૂ ઝડપી પાડયો.

Share

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામે પોલીસે બાતમીને આધારે રેડ કરી રૂપિયા 2,08,800 નો પરપ્રાંતિય ઇંગલિશ દારૂ ઝડપી પાડયો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.

ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે સરવણ ફોકડી ગામના ખાટાઆંબા ફળિયા નજીક ખેતરમાં બનાવેલ એક ઘરમાં ખેતર માલિકના પુત્રએ દારૂ સંતાડ્યો છે જેને આધારે નિતેશભાઇ કુંમાજીભાઈ, જીતેશભાઈ ત્રીકમભાઈ, સતિષભાઈ ધીરુભાઈ, યોગેશભાઈ, પ્રફુલભાઈ સાકરભાઇ વગેરેની ટીમે રેડ કરતા 3096 ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 2,08,800 થાય છે.પોલીસે તમામ મુદ્દામાલ કબજે લીધો છે તેમજ આ ગુનામાં સંડોવાયેલો આરોપી ભુપેન્દ્રભાઈ ગણપતભાઈ વસાવા રહે.સરવણ ફોકડી ગામ,તાલુકો ઉમરપાડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સાગબારા અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 3500 લીટર દેશી દારૂ નાશ કર્યો.

ProudOfGujarat

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના અંગે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ, સહાયની કરી જાહેરાત

ProudOfGujarat

કોરોનાની મહામારી સામે લડવા રાષ્ટ્રીય કોંગ્રેસ અગ્રણી અહેમદભાઈ પટેલ દ્વારા લોકોને એક સંપ થઈ લડવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!