Proud of Gujarat
INDIAFeaturedGujarat

વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરનાં કપાટ અષાઢી અમાસ દીવાસાના દિવસે ભક્તોના દર્શન માટે ફરીથી ખુલશે…

Share

વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરનાં ભક્તો માટે ખુશીના સમાચાર છે કે સરકારે અમાસના દર્શનની છૂટ આપી છે. સરકારની ગાઇડલાઇન અને કુબેર ટ્રસ્ટના નિયમો મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે દર્શન કરવા આવી શકશે.

ટ્રસ્ટના ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટે બનાવેલી નવી વ્યવસ્થામાથી જ દરેક ભક્તોએ ફરજીયાત પસાર થવાનું રહેશે. મંદિરમાં કોઈ પણ વસ્તુ દૂધ, પ્રસાદ કે કોઈ પણ ચઢાવી શકાશે નહીં માત્ર દર્શન જ કરી શકાશે. મંદિર ખોલવાનો સમય સવારે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જેની તમામ ભક્તોને નોંધ લેવા જણાવાયું છે. આ વખતે અમાસનો ભંડારો પણ બંધ રાખવામાં આવેલ છે. આ વખતે આ માસના દિવસે પણ ફક્ત દર્શન માટે જ ખોલવામાં આવેલ છે જેની ભક્તોએ ખાસ નોંધ લેવી. કોરોના ગયો નથી તેથી સૌ ભક્તોએ કોવીડ ગાઈડલાઈનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ અમાસને દિવસે દિવાસો છે. દિવાસોએ તહેવારોનો રાજા ગણાય છે તેથી આ અમાસનું ભક્તોના દર્શન માટે વિશેષ મહત્વ છે. મોડી રાત્રે કોઈ દર્શન કરવા આવવું નહીં. કારણ કે ઘણી મોટી સીટીમાંથી કર્ફ્યુ હજી હટ્યો નથી.તેથી ભક્તો સમયસર ઘરે પહોંચી શકે તે માટે રાત્રે 8:00 સુધી જ ભક્તો દર્શન કરી શકશે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં કૃષિ કોલેજના છાત્રોએ ખાનગીકરણના પૂતળાનું દહન કર્યું..

ProudOfGujarat

ભરૂચને મળશે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, યુવા ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળશે

ProudOfGujarat

અંકલેશ્વર- રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પુસ્તકો તથા સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!