Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીની સ્ટેન્ડ હાર્ટ કંપનીમાં ભીષણ આગ : ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી.

Share

ગતરોજ રાત્રિના સમયે અંકલેશ્વર સ્થિત પાનોલી જી.આઈ.ડી.સી.ની સ્ટેન્ડ હાર્ટ કંપનીમાં ભીષણ આગ લાગતા હડકંપ મચી જવા પામ્યો હતો. બનાવ અંગે આસપાસની કંપનીઓને પણ જાણ થતાં આસપાસની કંપનીના કર્મચારીઓ પણ નાસભાગ કરવા લાગ્યા હતા.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર સ્ટેન્ડ હાર્ટ કંપની ગત રાત્રિના રોજ ચાલુ યુનિટમાં આગ લાગી હોવાની ચર્ચાઓ સામે આવી હતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ થતાં 30 જેટલા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોચી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયર વિભાગના પહોચતા પહેલા જ એક ભડકો થતાં જ આખી કંપની બળીને ખાખ થઈ ચૂકી હતી પરંતુ કોઈને જાનહાનિ ન થતાં બધાએ રાહતનો હાશકારો અનુભવ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

તિલકવાડા તાલુકાના એક ગામે 17 વર્ષીય સગીરા પર દુસ્કર્મ કરનાર યુવાન સામે ફરિયાદ

ProudOfGujarat

દહેજ જી.આઈ.ડી.સી શીવટેક ઈન્દ્રસ્ટીઝ ખાતે શીશાની કીમતી પ્લેટો ની ચોરી

ProudOfGujarat

કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ ખાતે અંતરિયાળ વિસ્તાર તેમજ નર્મદા કાંઠામાં વસવાટ કરતાં 28 ગામોનાં 885 જરૂરિયાત મંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!