Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પુનગામે છોકરીને હેરાન કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોધાવતા બે જૂથો વચ્ચે સર્જાયું ઢીંગાણું

Share

અંકલેશ્વર પંથકમાં એક આગામી હોનારત સર્જાઈ હતી . અંકલેશ્વર પંથકમાં પુનાગામે શાળામાં આભ્યાસ કરતી છોકરીને તે જ શાળામાં અભ્યાસ કરતાં છોકરા અને તેના ગ્રૂપ દ્વારા હેરાનગતિ કરતાં હોવાને અને મારી નાખવાની ઘમકી આપવાનો મામલો સામે આવ્યો છે .

Advertisement

બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના પુનાગામે છોકરી શાળામાં ભણવા જાય છે એ જ શાળામાં છોકરાઓ પણ શાળા જય છે પરંતુ છોકરો અને તેના ગ્રૂપ દ્વારા છોકરીને ફોન કરી અને તેને હેરાનગતિ કરવામાં આવી રહી હતી . છોકરીને ફોન કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તે સાથે તેને ઊચકી અને તેનું અપહરણ કરી લેવાની ધમકીઑ આપવામાં આવી રહે હતી . જે અંગે છોકરીના માતા પિતા એ એસ.પી. ઓફિસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી આજરોજ ફરીયાદ કરનાર પરિવાર પર સામે પક્ષના 10થી 15 જેટલા લોકોએ હુમલી કર્યો હતો .

જેમાં છોકરીના પિતા નથી જેમાં તેના બે ભાઈ અને માતાને માર મરવામાં આવ્યો હતો તે સાથે 10 થી વધુ લોકોએ ફરિયાદ કરનાર પરીવાર ના ઘરે અને ગાડીઓ માં પણ કરી તોડ ફોડ કરી હતી . તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા . છોકરીની માતાના જણાવ્યા પ્રમાણે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને વિસ્તારમાં પેટ્રોલીંગ કરવાનું કહ્યું હતું પરિવારના લોકો પોલીસની રાહ જોઈ રહ્યા હતા પરંતુ પોલીસ ન આવતા 10 થી 15 જેટલા લોકો ઘરમાં ઘૂસી ઘરમાથી તિજોરીમાંથી રોકડ રકમ સહિત સોનાના ગદગીના ચોરી કરી ગયા હતા તે સહિત માર મારી ગયા હોવાથી છોકરીની માતાને ગભીર ઇજાઓ પહોચી હતી .

મુકેશ વસાવા , અંકલેશ્વર .


Share

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી – ટપક સિંચાઇ અંગે જાગૃતિ શિબિર યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઇવે નંબર 48 પર ખાનગી બસને અકસ્માત નડયો, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

વૈશ્વિક વીમા બ્રોકિંગ કંપની ગૅલેઘર વૃદ્ધિની યોજનાના ભાગરૂપે મુંબઈની મુખ્ય ઓફિસમાં રોકાણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!