Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે સગીર યુવક વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાયો.

Share

ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.બી.જાદવ ટીમ સાથે ગતરોજ અવિધા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રતનપુર ગામે પ્રાથમિક શાળા પાસે એક બાઈક પર ભારતીય બનાવટનો પ્રતિબંધિત વિદેશી દારૂ લઈને કોઇ ઇસમો આવવાના છે. બાતમીના આધારે પોલીસ ટીમ રતનપુર ગામ નજીક વોચમાં હતી તે દરમિયાન રતનપુર ગામના બસ સ્ટેન્ડ તરફથી બાતમી મુજબની બાઈક આવતા તેને રોકવાનો ઈશારો કર્યો હતો. બાઈક ચાલકે બાઈક લઈને ભાગવાની કોશિશ કરતા પોલીસે કોર્ડન કરી બાઇકને રોડની સાઇડમાં ઊભી કરાવી દીધી હતી, તે દરમિયાન મોટર સાયકલ પાછળ બેઠેલ ઇસમ અંધારાનો લાભ લઇને નાસી ગયો હતો. રાજપારડી પોલીસે કોર્ડન કરેલી બાઈકના ચાલકને પૂછતાછ કરતા તે સગીર વયનો હોવાનું જણાયું હતું અને અંધારાનો લાભ લઇ ભાગી જનાર ઈસમનું નામ ગણેશ કાલીદાસ વસાવા રહે. માલીપીપર હોવાનુ તેણે જણાવ્યુ હતુ. રાજપારડી પોલીસે બાઈક પર લઇ જવાતા થેલામાં તપાસતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ ૯૧ નંગ બોટલો જણાઇ હતી. પોલીસે આ બોટલો, એક મોબાઇલ તથા બાઇક મળીને કુલ રૂ.૩૦,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી સગીર યુવક તથા નાશી છુટનાર ઇસમ વિરુદ્ધ રાજપારડી ગુનો નોંધી તપાસ હ‍ાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું.

ProudOfGujarat

દાંડિયાબજારમાં ટીવી ચાલુ કરતા કરંટ લાગતા યુવાનનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલને મેઘમણી કંપની તરફથી વેન્ટિલેટરની સહાય આપવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!