વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઇ ગયા છે. મીડિયા ટીમ દ્વારા માત્રોજ ગામની સીમમાં મુલાકાત લેતા કપાસના પાકમાં વિકૃતિ નજરે પડી હતી.
માત્રોજ ગામના ખેડૂત મનુભાઈ ઠાકરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કપાસના પાકોમાં કોઈ રસાયણ કંપનીના વાયરસના કારણે વિકૃતિ આવી હોવાના મનુભાઈએ આક્ષેપ કર્યા હતા. સરકાર દ્વારા દ્વારા પાકોમાં જે વિકૃતિ આવી છે. તે બાબતે યોગ્ય તપાસ કરાવી નિરાકરણ લાવવા તેમજ વળતર આપવા ખેડુતો દ્વારા માગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ, કરજણ
Advertisement