Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગડખોલ રેલ્વે ઓવરબ્રિજ નજીક માર્ગ અકસ્માતમાં ખાનગી ન્યુઝ ચેનલનાં પત્રકારનું મોત.

Share

અંકલેશ્વરના ગડખોલ રેલ્વે ઓવર બ્રિજ નજીક ગત રાત્રીના સમયે મોપેડ પર સવાર વ્યક્તિને ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પામેલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેમજ ઘટના બાદ ફરાર થયેલ તુફાન જીપ ચાલકને જ્યોતિ ટોકીઝ નજીકથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે અને અંકલેશ્વરના પૌરાણિક નારાયણ દેવ મંદિર, પંચાટી બજારના પૂજારી તેમજ જ્યોતિષવિદ દેવદત્તભાઈ ત્રિવેદી (ઉર્ફે પીલુ ભાઈ) ગત રાત્રીના સમયે પોતાની મોપેડ ઉપર સવાર થઇ ગડખોલ પાટિયા પાસેથી જઇ રહ્યા હતા દરમિયાન તેઓને માર્ગ અકસ્માત નડ્યો હતો જેમા તુફાન જીપે ટક્કર મારતા તેઓનું સારવાર દરમિયાન નિધન થયું છે.

ઘટના બાદ સ્થળ પરથી ફરાર થયેલા તુફાન જીપ ચાલકને સ્થાનિકો અને પોલીસ દ્વારા અંકલેશ્વરની જ્યોતિ ટોકીઝ નજીકથી ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ મૂળનિવાસી એકતા મંચ દ્વારા મહામહિમ રાજ્યપાલને સંબોધીને કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

નેત્રંગ ડેડીયાપાડા રોડ પરથી પસાર થતાં ટેમ્પા ચાલકને માર મારી 15 ભેંસ ભરેલા ટેમ્પા સહિત રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થયેલ લૂંટારુઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયાં હતા.

ProudOfGujarat

ભરૂચના લિંક રોડ ઉપર સ્કુટર લઇને જતી માતા અને પુત્રી ને પતંગ નો દોરો આવી જતા બાળકી ના ગળા માં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!