Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસની પ્રસંશનીય કામગીરી…જાણો.

Share

ભરૂચ-અંકલેશ્વર એટલે ઉદ્યોગ નગરી જ્યાં સમગ્ર ભારત દેશના લોકો રોજગારી મેળવવા માટે આવતા હોય છે. ત્યારે એવા જ કેટલાક લોકો ડેડીયાપાડાથી અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે રોજગાર મેળવવા ઊભા હતા ત્યારે એક કોન્ટ્રાકટરે તેમણે કામની આપીને મજૂરી કરાવવા ઝગડિયા ખાતે લઈ જવાયા હતા. જોકે લાલચુ કોન્ટ્રાકટરે કંપનીમાં કામ કરાવી મજૂરીના રૂપિયા ના આપી ટીમને પરત કર્યા હતા. જેમ તેમ કરીને તેઓ અંકલેશ્વર પહોચ્યા અને રાત્રી દરમિયાન પગપાળા બસ સ્ટેશન જઈ રહેલા મજૂરોને પોલીસે ચોર સમજીને રોક્યા હતા અને તેઓની પૂછપરછ કરી હતી. જોકે મજૂરોએ તેમની આપવીતી જણાવી હતી અને કોન્ટ્રાકટરની લાલચનો ભોગ બનેલા મજૂરોની હકીકત જાણી અંકલેશ્વર શહેર પોલીસનાં ફરજ પરના જવાનોએ કોન્ટ્રાકટરને ફોન કરી ગરીબ મજૂરોના મજૂરીના પૈસા આપવા માટે ખખડાવ્યો હતો અને ત્યારબાદ કોન્ટ્રાકટર અંકલેશ્વર ખાતે આવી તેમની મજૂરી આપી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલમાં પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કોરોના સેવાયજ્ઞ હેઠળ રાજભવન દ્વારા જિલ્લાના કોરોના વોરિયર્સને 10,000 રાશન કીટની સહાય…

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!