Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાનીની નિમણુક કરાઈ.

Share

કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી, જેમાં ૨૦૨૧/૨૨ માટે સંગઠન બનાવવામાં આવ્યુ હતુ. બેઠકમાં રાજ્યના જિલ્લાઓના કન્વીનરોની નિમણુંક પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જીલ્લાઓના કન્વીનર અને મહિલા કન્વીનરોની નિમણુંક કરવામાં આવી હતી. દરેક જિલ્લાના કન્વીનર ભાઇઓ અને મહિલા કન્વીનરોની યાદી જાહેર કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પદે પંકજભાઈ ભુવાની નિમણુંક કરવામાં આવી, જ્યારે મહીલા કન્વીનર તરીકે હેમાંગીબેન કેવડિયાની નિમણુંક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના સંગઠનમાં નવા નિમાયેલ કન્વીનર તથા મહિલા કન્વીનરની નિમણુંકને કમીટી દ્વારા આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રિયલ લાઇફ હીરો સોનુ સૂદ પંજાબના પૂર પીડિતોને મદદ કરે છે

ProudOfGujarat

ભરૂચ બી ડિવીઝન પોલીસ મથક ખાતે શોર્ટ સર્કિટનો બનાવ બન્યો.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં તૌક્તે વાવાઝોડાની અસરથી ૧૩૬ હેક્ટર ખેતીમાં વ્યાપક નુકસાન : કેરી અને કેળના તૈયાર પાક નષ્ટ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!