Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટે સેમિનાર યોજાયું.

Share

પોલીસ કર્મીની કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય કે બંદોબસ્ત કરવાનો હોય કે પ્રજા સુરક્ષાની જવાબદારી હોય પોલીસ કર્મીઓને 24 કલાક સતત ખડેપગે સેવા બજાવવાની હોય છે ત્યારે સતત તણાવ વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે નર્મદા પોલીસ દ્વારા જીતનગર ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસના કર્મચારીઓ સ્ટ્રેસ ફ્રી રહે તે માટે પોલીસ હેડ કવાટર (જીતનગર) રાજપીપલા, નર્મદા ખાતે હાર્ટફુલનેસ સંસ્થા સાથે મળીને સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગે યોગા અને મેડિટેશન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 146 જેટલા અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે આ સેમિનારમા જોડાવાથી સ્ટ્રેસ દૂર થશે અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાથી વધુ સારી રીતે ફરજ બજાવી શકશે. આવા સેમિનારો અવારનવાર થવા જોઈએ.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં IPL ક્રિકેટ પર સટ્ટાબેટીંગ રમતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચના તવરા ગામે મહંત પ.પૂ. મંગલદાસની 31 મી પુણ્યતિથિ સ્મૃતિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર ચુડા પાક વિમાના ફોર્મ નહીં સ્વીકારતાં ખેડૂતોએ કર્યો ચક્કાજામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!